૫૧,૨૬૦ના દારૂ સાથે મોપેડ ચાલક ઝડપાયો

કતવારા પી.એસ.આઇ જી.બી ધનેશા તથા સ્ટાફના માણસો ગત રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મોપેડ ઉપર મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઈને આવતો હોવાની બાતમીથી આગાવાડા ચોકડી ઉપર વોચમાં એકસેસ મોપેડ આવતાં તેના ચાલક દાહોદ તાલુકાના બોરખેડા ગામનો વિષ્ણુ હિંમત ભુરીયા તથા અક્ષય કનુ ભુરીયા તથા મિતેશ લાભ ભુરીયા ત્રણેય જણાના મેળાપીપણામાં દારૂનો જથ્થો લઈને આવતાં વિષ્ણુ હિંમત ભુરીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો મોપેડ ઉપર કંતાનના થેલામાંથી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા ૪૮૦ રૂ ,૫૧,૨૬૦ તથા રૂ, ૪૦,૦૦૦ની મોપેડ મળી કુલ રૂ,૯૧,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી વિષ્ણુ હિંમત અક્ષય કનુ ભુરીયા  મિતેષ લાલા ભુરીયા તથા જથ્થો ભરી આપનાર મધ્યપ્રદેશના રેતુ ગામના સહિત ચાર સામે કતવારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.