આદીપુર ખાતેથી ઈકો ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ને પડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ – કચ્છ, ગાંધીધામ.

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની સુચનાથી એલ.સી.બી. ની ટીમ આદીપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મુંદરા બાજુથી થી દેશી દારૂ ભ૨ી એક ઇકો કાર ગાંધીધામ તરફ જવાની છેજે આધારે આદીપુર ખાતે જનતા પેટ્રોલ પંપ ની સામે રોડ ઉપર વોચ ગોઠવી નીચે જણાવ્યા મુજબના આરોપીઓને દેશી દારૂ ભરેલ ઈકો ગાડી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદીપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ – (૧) અશોક રેવાચંદ સિંધાણી ઉ.વ-૬૩ રહે. છ વાળી,આદીપુર (૨) સતિષ હરજીભાઇ ૫૨મા૨ ઉ.વ-૪૭ ૨હે. જનતા કોલોની,આદીપુર

મુદ્દામાલની વિગત – દેશી દારૂ લિટ૨ – ૨૪૦ કી.રૂ. ૪૮૦૦/-રોકડા રૂપિયા – ૪૪૦૦ /-મોબાઇલ ફોન નંગ-૧ડી.રૂ-૫૦૦/-મારૂતી ઇકો કાર નં.જીજે-૧૨-ઇઇ-૮૪૬૭ડી.રૂ-૧,૫૦,૦૦૦ /કુલે કિ.રૂ. ૧,૫૯,૭૦૦/

આ કામગીરી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ