લગનના ઇરાદે તરુણીનું અપહરણ

લીલર ગામના હવેલી ફળિયામાં રહેતો નિતેષ કમુ બીલવાળ તારીખ ૯મી મેના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના પછી એક ૧૫ વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી લઇ ગયો હતો સવારે તરુણી ઘરમાં જોવા નહી મળતાં સોધખોળમાં લીલર ગામનો નિતેષ કમુ બીલવાળ પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં તરુણીના પિતાએ નિતેષ કમુ બીલવાળ વિરુદ્ધ કતવારા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી