વર્ષ –૨૦૧૮ માં અંજા૨ પોલીસ સ્ટેશન હદમાં થયેલ ધાડનાં ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફ્થી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જે અન્વયે ગઈ તા .૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ખંભરા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં ફરીયાદીના રહેણાંક ઓરડીમાં પાંચ અજાણયા આરોપીઓએ ધાડ પાડી રોકડા રૂ.૨,૦૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન મળી કુલે રૂ.૨,૪૭,૫૦૦/-ની ધાડના ગુનાને અંજામ આપેલ જે અંગે ફરીયાદી શામજીભાઈ મમુભાઈ અખીયણી રહે. ખંભારા વાડી વિસ્તાર મુળ રહે.ચિત્રોડ તા.રાપર નાઓની ફરીયાદ આધારે અંજાર પોલીસ સ્ટેશનમા ફ.ગુ.ર.નં -૩૦૪ / ૨૦૧૮ ઇ.પી.ડો .૩૯૪,૩૯૭,૪૫૨,૩૩૨, 33૭,૧૨૦ બી મુજબનો ગુનો દાખલ થયેલ હતો જે ગુનો આજદિન સુધી વણશોધાયેલ હોઈ જે ગુનાના આરોપીઓ શોધવા બાબતે આજરોજ એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેક્ટરથી એલ.સી.બી. નાઓની આગેવાનીમાં પો.સ.ઇ. શ્રી ડી.આર.ગઢવી તથા એલ.સી.બી ટીમ દ્વારા હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે નીચે મુજબનાં આરોપીને સુખપર વાડી વિસ્તારમાથી ધાડમાં ગોલ બે મોબાઈલ ફોન સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પડડાયેલ આરોપીનુ નામ –

( ૧ ) વાઘજી ડીકાભાઇ ભાભોર ઉ.વ.૩૮ રહે.વડવા તા.ગરબાડા જી.દાહોદ હાલે.સુખપર વાડી વિસ્તાર તા.અંજાર

પકડવાના બાકી આરોપીઓનાં નામ –

( ૧ ) તંગરસિંગ ડીકાભાઇ ભાભોર ( ૨ ) છગન ખીમાભાઈ ભાભોર ( 3 ) રાકેશ છગનભાઇ ભાભોર ( ૪ ) સંદીપ ભાવસિંગ ભાભોર ( ૫ ) રાકેશ છગનભાઇ ભાભોર નો સાળો રહે.તમામ વડવા તા.ગરબાડા જી.દાહોદ શોધી કાઢેલ ગુનાની વિગત અંજાર પો.સ્ટે..ગુ.ર.નં -૩૦૪ / ૨૦૧૮ ઇ.પી.ડો .૩૯૪,૩૯૭,૪૫૨,૩૩૨, ૩૩૭,૧૨૦બી

કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ.૪,૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર