ખારોઈ પાસે નેર તરફ જતો માર્ગ અક્સ્માત ઝોન બન્યો, ખાડામાં ટ્રેકટરની ટ્રોલી ફસાઈ જતાં ઘાસચારો ઢોળાયો ટ્રોલીમાં નુકશાન


તાલુકા મથક ભચાઉ થી 23 કિલોમીટર દૂર ખરોઇ ગામ નજીક નેર ગામ તરફ જતો માર્ગ તંત્રની બેદરકારીના કારણે ભયજનક બની ગયો છે. અહીં એક તરફ માર્ગને અડીને નર્મદા કેનાલ આવેલી છે તો બીજી તરફ ખાડો આવેલો છે. ઉપરાંત માર્ગ પરની બાજુમાં દીવાલના અભાવે પસાર થતા નાના મોટા વાહનો રસ્તો ઉતરીને અકસ્માતગ્રસ્ત બનતા રહે છે. નેરથી ખરોઇ તરફ લીલો ચારો ભરીને આવતું ટ્રેકટર પણ તેમાં ફસડાઈ પડતા ટ્રોલી અંદર રહેલો ઘાસચારો ઢોળાઈ જવા પામ્યો હતો, સદભાગ્યે ટ્રેકટર પલટી જતા બચી ગયું હોવાથી ચાલકનો બચાવ થયો હતો, જો કે ટ્રોલીમાં નુકશાન થયું હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાધીધામ