જીલ્લાના જાણીતા બૂટલેગરનો દારૂનુ કટીંગ કરવા લાવેલ પ્રોહિબિશનના મોટા જથ્થાને પકડી પાડતી અંજાર તથા ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા ઈ.પોલીસ અધિક્ષક શ્રી સૌરભસીંઘ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગાર ની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એન.ગડુ સા. અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ પર સતત વોચ રાખી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એન.ગડુ સા. તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.બી.પટેલ સા. નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે, વરસામેડી સીમમાં આવેલ ગાયત્રી સોસાયટીની પાછળના ભાગે જીલ્લાના જાણીતા બૂટલગર મનુભા વિઠુભા વાઘેલા કટીંગ કરવા ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ વાહનો તથા એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ –

( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડ ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ -૯૦૬૦ કિ.રૂ.૩૬,૭૧,૭૦૦/-

( ૨ ) બીયર ટીન નંગ -૪૦૮૦ કિ.રૂ.૪,૦૮,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪૦,૭૯,૭૦૦/-

( ૩ ) ટ્રક નં.- GJ – 08 – W – 4034 કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/-

( ૪ ) ટ્રક નં- GJ – 12 – Y – 7779 કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-

( ૫ ) બોલેરો પીક-અપ નં GJ – 12 – BT – 8280 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

( ૬ ) મોબાઈલ ફોન નંગ.૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-

( ૭ ) દસ્તાવેજો કિ.રૂ .૦૦/૦૦

( ૮ ) બારકોડ સ્ટીકર કિ.રૂ .૦૦/૦૦

( ૯ ) કવરીંગ કરેલ ખાતર બોરીઓ કિ.રૂ.૦૦/૦૦ – કુલ્લે કિ.રૂ.૯૦,૮૯,૭૦૦/-

પકડાયેલ આરોપી –

( ૧ ) નવલદાન રીશીદાન દાસ ઉ.વ.૩૭ હાલે રહે. પંચરત્ન આર્કેડની બાજુ માં આવેલ ઓરડીમાં, જવાહરનગર, તા.ગાંધીધામ મુળ રહે. અલાવલર થાના. ગૌરીચર તા.અલાવલપુર જી.પટના( બિહાર )

હાજર ન મળીઆવેલ આરોપીઓ –

( ૧ ) મનુભા વિઠુભા વાઘેલા રહે.પડાણા

( ૨ ) સુજીત તીવારી

( ૩ ) ટ્રકો તથા બોલેરોના ચાલકો

( ૪ ) દારૂનો જથ્થો મોકલનાર વગેરે..

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.બી.પટેલ સા. તથા અંજાર અને ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

રીપોર્ટ ભારતી માખીજાણી અંજાર