અંજાર પોલીસ સ્ટેશનના વીડી ગામની સીમ વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પર્વ કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ. એન. રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  વીડી ગામમાં એલ એન્ડ ટી પ્લાન્ટની પાછળના ભાગે આવેલ તલાવડીમાં આરોપી દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ૫૨ રેડ કરી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી –

( ૧ ) ધનજી હાસમ કોલી, રહે.કોલીવાસ, વીડી તા.અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –

(૧) દેશી દારૂ બનાવવાનો આથોલિટર-૧૫૦૦ કિ.રૂ. ૩૦૦૦/-

(૨) અન્ય ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૩૦૦/-

(૩) દેશી દારૂ લિટ૨-૬૦ કિં.રૂ.૧૨૦૦/-

(૪) મોબાઇલ ફોન નંગ -૦૧ કિં.રૂ.૫૦૦/-

(૫) મોટર સાયકલ નંગ -૦૧ કિં.રૂ.૨૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ. ૨૫,૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર. ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર