ગુજરાત રાજયના પાટણ જીલ્લા માથી બોગસ તબીબ ઝડપાયો

રાજયમાં બોગસ તબીબો ઝડપાવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે જો કે આ બધા તબીબો ક્લિનિક ધરાવતા હોય છે અને દર્દીઓને માત્ર દવા કે ઇન્જેક્શન આપતા હોય છે પણ પાટણના એક બોગસ તબીબેતો હદ કરી નાખી તેણે એક અદ્યતન હોસ્પિટલ ઉભી કરી દીધી જેમાં ICUની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી અને પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં સારવારના  નામે દર્દીઓ સાથે ચેડા કરી તેમના જીવ જોખમમાં મુકાયા. ભડતા નામની સાથે MD અને MBBS જેવી તબીબી ડીગ્રી બનાવીને પ્રેક્ટિસ કરતો હોવાની સમગ્ર ઘટના IMAના ધ્યાને આવતાં શ્ખ્સ ફરાર થયો

આરોગ્ય વિભાગની કાર્યવાહી વચ્ચે પાટણનો બોગસ તબીબ યોગેશ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો છે પ્રસિદ્ધ હોસ્પિટલના ICU પર નોટીસ લગાવી હોવા છતાં યોગેશ પટેલે રાતોરાત બોર્ડ ઉતારી લીધા ત્યારે યોગેશ પટેલને હાજર થવા માટે આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી મહત્વપૂર્ણ છે કે યોગેશ પટેલ બોગસ ડિગ્રીના આધારે ICU અને હોસ્પિટલ ચલાવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો