સુરતમાં ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો..


સુરતમાં ખૂબ જ કરૂણ ઘટના બનતા પામી છે જેમાં બેફામ ઝડપે દોડી રહેલા એક ડમ્પરે બે યુવાનોને કચડી નાખ્યા બંને યુવાનના ઘટના સ્થળે જ મોત થયા જોકે વાત એટલેથી અટકી ન હતી જીવ ગુમાવનાર બંને યુવાનોનાં મૃતદેહ કલાકો સુધી ઘટનાસ્થળે પડી રહ્યા હતા હકીકતમાં બે પોલીસ સ્ટેશન વચ્ચે હદનો વિવાદ થતાં મૃતદેહો રઝળ્યા હતા દેવધ ગામ પાસે એક સાથે બે યુવાનના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી હતી બંને યુવાનોના પરિવારના લોકો આ સમાચાર જાણીને શોકમાં ગરક થઈ ગયા હતા સાથે જ લોકોએ બેફામ ગતિએ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે
બન્ને દેવધગામ ખાતે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન રેતી ભરેલું ડમ્પર પૂર ઝડપે આવ્યું હતું અને બંનેના સ્કૂટરને અડફેટે લીધું હતું ડમ્પર ચાલકે બંનેને કચડી નાખ્યા હતા બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા બંનેમાંથી એકને ડમ્પર ચાલક દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો આ દરમિયાન સ્કૂટર ડમ્પરના આગળના વ્હીલમાં ફસાયું હતું બનાવ બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ મથકની હદને લઈને વિવાદ ઊભો થયો હતો જોકે અંતે ગોડાદરા પોલીસની હદ હોવાની વાત સ્પષ્ટ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ દરમિયાન બંનેને મૃતદેહ કલાકો સુધી ત્યાં જ પડ્યા રહ્યા હતા પોલીસ કાર્યવાહી થઈ શકે ત્યાં સુધી ત્રણ કલાક જેટલા સમય પસાર થઈ ગયો હતો.