નાપાસને કરી દેતા પાસ, પછી પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ..


અમદાવાદમાંથી ફરી નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુદા જુદા રાજ્યોની યુનિવર્સિટી અને બોર્ડના બનાવટી સર્ટીફીકેટ તાથા માર્કશીટ બનાવી આપવાના કૌભાંડનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો સાયબર ક્રાઇમે બનાવટી માર્કશીટ બનાવતા પશ્ચિમ બંગાળના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ 2019થી આ કૌભાંડ ચલાવતા હતા બીટેક, મિકેનિકલ એન્જિનિયરિંગ, જનરલ નર્સિંગ, બીકોમ સહિતની નકલી ડિગ્રી બનાવી આપતા હતા એટલું જ નહીં અત્યાર સુધી રાજ્યના ૧૪ લોકોને નકલી ડિગ્રી આપી પૈસા પડાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે હાલ તો પોલીસે કેટલા લોકોએ નકલી સર્ટિ લીઘુ અને કોણ કોણ નોકરી લાગ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.