બાવળાનાં રજોડા પાટિયા પાસેથી પોલીસે ખૂનનાં ગુનામાં સંડોવાયેલા  2 ઇસમોને ઝડપી પાડ્યા

murder2_647_071417083415

સાણંદના લોદરીયાલ ગામની કેનાલમાં તાજેતરમાં એક પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરતા બાવળાના રજોડા પાટિયા પાસે ઈસમ સાથે ત્યાં રહેતા બે યુવકો સાથે સામાન્ય બોલાચાલી બાદ યુવકોએ દંડા વડે મારમારી લોદરીયાળની કેનાલમાં ફેંકી દઈ હત્યા કરી હોવાનું સામે આવતા બંનેને પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી છે.

સાણંદના લોદરીયાળ ગામમાં આવેલ પાણીની કેનાલમાં એક અજાણ્યો પુરુષ ઉ.૪૦ આશરેની લાશ મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચીને લાશને પી.એમ માટે ખસેડી અને આ અંગે સૌ પ્રથમ અકસ્માત મોત દાખલ કરેલ ત્યાર બાદ પી.એમ કરનાર ડૉ.એ પ્રાથમીક તપાસ કરી મુઢ મારથી મોત થયાનું પોલીસને જણાવેલ જેથી પોલીસે મરણ જનારની ઓળખ કરી ચાંગોદર પોલીસમાં ગુનો દાખલ કરી પોલીસ મહાનિરીક્ષક વિ.ચંદ્રશેખર અમદાવાદ વિભાગ તથા જિ. પોલીસ વડા વિરેન્દ્રસિં યાદવના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ બનાવી તપાસ હાથ ધરી જેમાં મૃતક કમલેશભાઇ ઉર્ફે ચકો કાંતીભાઇ પરમાર રહે. આંબલીયારા, ધોળકાના ફોટા આધારે ગુન્હવાળી જગ્યાની આસપાસના સી.સી.ટી.વી કેમેરા અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરી હતી

જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના હે.કો. ધર્મેન્દ્રસિંટ ડોડ અને પો.કો ધનરાજસિંહ ચૌહાણને ચોકકસ બાતમી હકિકત મળેલ કે, મરણજનાર બનાવના આગલા દિવસે રાત્રીના આશરે અગિયારેક વાગે રજોડા પાટિયા નજીક આર.ઓ પ્લાન્ટ પાસે આવેલ હોવાની માહિતી મળતા શંકાસ્પદ માણસોના નામ સામે આવતા પોલીસે બાવળા- રજોડા પાટીયા નજીકથી સુનીલ રાજુભાઇ સોલંકી (ઠાકોર) રહે.રજોડા પાટીયા, યુવરાજ ઉર્ફે પપ્પુ બળવંતભાઇ ચૌહાણ રહે.રજોડા ગામ તા.બાવળાને ઝડપી લઈ કડક પૂછપરછ કરતા ઘટનાને અંજામ આપેલ હોવાની કેફીયત આપી હતી.