બોટાદ હડદડ ચોકડી પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

બોટાદ હડદડ ચોકડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા હળદડ ગામના 65 વર્ષના પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના હદદડ ગામે રહેતા ભાવાભાઈ પીતામ્બરભાઈ જમોડ જાતે. કોળી મોટર સાઈકલ નં.જી.જે.4 સી.બી. 0935 લઈ તેમની પુત્રીને બપોરનાં 12.૦૦ કલાકે લેવા જતા હતા તે દરમિયાન બોટાદ હદદડ ચોકડી પાસે બોટાદ તરફથી આવતું મોટર સાઈકલ ન.જી.જે.14 એ.આર 6672 બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ભાવાભાઈ પીતામ્બરભાઈ જમોડ ઉ.વ. 65ને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જયારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અકસ્માતની જાણ પાળિયાદ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે મૃતકના પત્ર સુભાષભાઈ ભાવાભાઈ જમોડે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં મોટર સાઈકલ નં.જી.જે.14 એ.આર 6672નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા વધુ તપાસ વાય.એ પી.એસ.આઈ. પાળિયાદ ચલાવી રહ્યા છે.