બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસે જુગાર રમતા 12 ઇસમોને ઝડપી પડ્યા

બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસને મળેલી પૂર્વ બાતમીના ધારે પાળિયાદ અને ભદ્રાવડી ગામમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમતા 12 જુગારીઓને રૂ.20190ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદ તાલુકાના ભદ્રાવડી અને પાળિયાદમાં રેડ પાડી જાહેરમાં પૈસાનો હારજીતનો જુગાર રમતા પાળિયાદમાંથી 7 જુગારીને રૂ.11450 અને ભદ્રાવડી ગામેથી 5 જુગારીને રૂ.8740નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેડ દરમિયાન પોલીસે ભદ્રાવડી ગામની સીમમાં કમખીયાથી ભદ્રાવડી જવાના કાચા માર્ગે આવેલ મેલડી માતાના મંદિર પાસે લાઈટના અંજવાળે જુગાર રમતા સહદેવ ઉર્ફે લાલ ભીખાભાઈ રહે. ભદ્રાવડી, વિજય ચમન મેટાલીયા રહે. ભદ્રાવડી, રમેશ લાખાભાઈ મેટાલીયા રહે. ભદ્રાવડી, અજય ખોડાભાઈ ધરજીયા રહે. ભદ્રાવડી અને વિજય ધીરૂભાઈ મેરને ઝડપી પાડ્યા હતા જ્યારે પાળિયાદ ગામે ચામુંડાનગર પાણીની ટાંકી પાસેથી 7 જુગારીને ઝડપી પાડ્યા હતા.

જેમાં અનિલ અરૂણ ગાબુ રહે.પાળિયાદ, દીપક મનજી નંદાસીઆ રહે. ટાટમ, ચંદુ પરસોતમ નંદાસીય રહે. ટાટમ અલ્પેશ વલ્લભ ઓળકીયા રહે. ગોરડકા, શાયર ધીરૂ ચેખલીયા રહે. ભીમડાદ. કુલદીપ રાઠોડ રહે. પાળિયાદ અને ઘનશ્યામ અરજણ ઝાપડીયા રહે. પાળિયાદને પોલીસે ઝડપી પાડી પાળિયાદ પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.