ભુજ ચેરિટિ કમિશનર કચેરીનો સિનિયર ક્લાર્ક 35 હજારની લાંચ લેતાં ઝડપાતા કર્મચારીઓમાં વધુ એકવાર ફફડાટ ફેલાઈ.

કાઢવા પેટે ૩૫ હજાર રૂપિયાની લાંચ માંગનાર ભુજની નાયબ ચેરિટિ કમિશનર ક્લાર્ક મોહમ્મદ સફિક મોહમ્મદ ઇદ્રીસ સૈયદ (ઉ.વ ૫૧) ને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો છે. મોહમ્મદ સફિક સૈયદે ફરિયાદીને લાંચની રકમ ખાસરા મેદાન સામે આવેલા તેના રહેણાક મકાને આપી જવા જણાવ્યુ હતું જેના પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી વર્ગ ત્રણના સરકારી કર્મચારીને ૩૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ભુજ એસીબીના પીઆઇ એમ.ડી.ઝાલાએ આ ટ્રેપ ગોઠવી હતી. એસીબીની ટ્રેપમાથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં વધુ એકવાર ફફડાટ ફેલાઈ ગયો છે. અને લાંચ લેવા છતાં પણ કોઈના કામો થતાં નથી આપણે આપણા કચ્છની વાત કરીએ તો કચ્છમાં ૮૦૦ ફાઈલો પેન્ડિંગ પડી છે પરંતુ હજી સુધી આ ફાઈલો નો કોઈજ નિકાલ થયો નથી એવું શા માટે ખરેખર તો આ બાબતે સરકારે આવા અધિકારીઓ ઉપર પગલાં લેવાજ જોઇયે તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે અને હજી આવા અધિકારીઓ કેટલા હશે જે સરકારનો પગાર ખાઈ અને પ્રજા પાસેથી લાંચ લઈ પ્રજા અને સરકાર સમક્ષ ચેડા કરી રહ્યા છે આવા પણ પ્રશ્નો હવે પ્રજા માં ઉઠવા પામ્યા છે
તોગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ વધુ અપ