ભુજમાં આવેલ લેકવ્યું હોટલથી ખેંગાર પાર્ક સુધી બનાવામાં આવેલ વોકવેની હાલત દયનીય

ભુજના લેકવ્યું હોટલથી ખેંગાર પાર્ક બગીચાની ફરતે જે વોકવે બનાવવામાં આવ્યું છે તે વોકવેમાં ઘણી જગ્યાએ ઇન્ટર બ્લોક પથ્થર નીકળેલા જોવા મળ્યા. અને કેટલીક જગ્યાએ ઇન્ટર બ્લોક પથ્થરના ઢગલા જોવા મળ્યા શું તંત્રને આ બધી પરિસસ્થિતિ નથી દેખાતી અથવા તો દેખાય છે તો શું તંત્ર દ્વારા જાણીજોઇ આંખ આડા કાન કરવામાં આવે છે. આ વોકવેની હાલત એવી દયનીય છે કે અહી નાખવામાં આવેલ લાઇટના પોલ માં લાઇટ નથી ચાલુ તે શોભાના ગાંઠિયાની જેમ ઊભા છે લોક મુખે એવી ચર્ચા પણ થાય છે કે જો તંત્રને આ વોકવેની જાણવણી નહોતી રાખવી તો પ્રજાના રૂપિયાનું પાણી શા માટે કરવામાં આવે છે કારણે કે વેરાઓ ભરવા છતાં જો પૂરતી સુવિધા ન આપવામાં આવે તો આ બધુ અર્થ વગરનું કહેવાય.
આ વોકવે પર જે લાઇટના પોલ મૂકવામાં આવ્યા છે તેની વાયરિંગ ખુલ્લી છે અને જો રાતના ભાગમાં ફેમિલી સાથે જવાનું થાય અને કોઈ ઘટના સર્જાય તો આની જવાબદારી કોની. હવે તંત્ર આ બધી સમસ્યાઓનું જલ્દી નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.