આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડતી સરહદી રેન્જ-ભુજની ટીમ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજનાઓ તરફથી બોર્ડર રેન્જ વિસ્તારમાં પ્રોહીબીશનની બધી નેસ્ત નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.એસ.સુથારની રાહબારી હેઠળ અત્રેની રેન્જની ટીમે આડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જય હનુમાન ભોજનાલયની સામે હાઇવે રોડ પરથી આઇસર ટ્રક નંબર GJ-03-BW-4320 વાડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

કબ્જે કરેલ મુદ્દામાલ –

અનુ.મુદ્દામાલની વિગતબોટલ નંગકિંમત રૂપિયા
૧.ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો742830,90,000/-
૨.એક આઈસર ટ્રક રજીસ્ટર્ડ નંબર GJ-03-BW-432010,00,000/-
૩.એક મોબાઇલ ફોન5,000/-
૪.રોકડા રૂપિયા5,000/-
૫.પત્રી નંગ-૧ તથા રસો નંગ-૧2000/-
   કુલ  742841,02,000/-

મળી આવેલ આરોપી –

( 1 ) ગોવિંદ કરનારામ પોટલીયા ઉં.વ. 27 રહે.ખારા રાઠોડાન તા. રામસર થાના રામસર ચોકી-સીપાણી જિલ્લો બાડમેર રાજસ્થાન

હાજર ન મળી આવેલ આરોપી –

( 1 ) ગોપાલસિંહ મોકલનાર ( 2 ) માલ મંગાવનાર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી –

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ.સુથાર તથા એ.એસ.આઈ કિરીટસિંહ બળદેવસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ મેરામણભાઇ તથા જનકભાઈ ગોરઘનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ હેમુભા તથા આડેસર પોલીસ સ્ટાફ માણસો નાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી.