ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડો કરી કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી પ્રોહી જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હોય તેમજ હાલમાં પ્રોહી જુગારની ડ્રાઇવ ચાલુમાં હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએમ.એન. રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બીની ટીમ એ’ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી સુંદરપુરી વિસ્તારમાં તથા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવડીયા ગામની સીમમા રેડ કરી તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડી નીચે મુજબના ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ’ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન તથા અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ –
( 1 ) દિલીપભાઈ વિશનચંદ આસવાણી ઉં.વ. 36 રહે નવી સુંદરપુરી, ગાંધીધામ
( 2 ) ભાવેશ ઉર્ફે ભલો જેસંગ કોલી રહે વીડી તા. અંજાર
મુદ્દામાલની વિગત –
દેશી દારૂ લીટર-૧૩૪ કિં.રૂ.૨૬૮૦/-
દેશી દારૂ બનાવવાનો ગરમ તથા ઠંડો આથો લીટર-૧૮૦૦ કિં.રૂ.૩૬૦૦/-
ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૨૦૦/-
મોબાઇલ ફોન નંગ કિં.રૂ.૫૦૦૦/-
કુલ મુદ્દામાલ રૂપિયા-૧૧,૪૮૦/-
આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે