સુરત : પીપલોદના રેસ્ટોરન્ટમાં આગ ભભૂકી

પીપલોદ ખાતે આવેલા એક રેસ્ટોરન્ટમાં સવારે શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

મળેલી માહિતી મુજબ પિપલોદ કારગીલ ચોક લેક્યુગાર્ડન પાસે આવેલા એક બંધ રેસ્ટોરન્ટમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી. રેસ્ટોરન્ટમાંથી ધુમાડા નીકળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. બનાવની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડી અને લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા.

ફાયર બિગ્રેડ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. શોર્ટસર્કિટથી લાગેલી આ આગની આ ઘટનામાં ગ્રાઈન્ડર, બ્લેન્ડર, કોફી મશીન, ફ્રિઝ કોમ્પ્યુટર બળીને ખાક થઈ ગયા. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી.