જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામ સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયક પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઇ. શ્રી સી.ટી. દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગાગલ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ ગામના બસ સ્ટેશન પાસે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

આરોપીઓના નામ-

  • મુળજીભાઈ રામજીભાઈ દાફડા ઉમર વર્ષ ૪૨ રહે અંતરજાળ તા. ગાંધીધામ
  • રમેશ રામજીભાઈ ચૈયા ઉંમર વર્ષ ૩૧ રહે અંતરજાળ તા. ગાંધીધામ
  • પરેશ વસ્તાભાઈ મ્યાત્રા ઉંમર વર્ષ ૨૯ રહે આદિપુર
  • ભુપત ડાયાભાઈ સોલંકી ઉંમર વર્ષ ૪૮ રહે અંતરજાળ તા. ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ-

રોકડ રૂ.૨૩,૯૦૦/- તથા ગંજી પાના નંગ ૫૨ કિંમત રૂપિયા ૦૦/૦૦ કુલે કિંમત રૂપિયા૨૩,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એચ.એસ. તિવારી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગાગલ તથા વનરાજસિંહ દેવલ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચૌધરી તથા હરદેવસિંહ ચુડાસમાનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ.