રાપર ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન તથા જુગારની અંગેની બધી નેસ્ત નાબૂદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ગઢવી નાઓની સૂચનાથી રાપર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયદાન  એમ ગઢવી નાઓની બાતમી હકીકત આધારે રાપર ટાઉન ખાતે દૂધડેરી વિસ્તારમાં ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો ધાણી-પાસાનો જુગાર રમતા આરોપીઓને નીચે મુજબના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ

પકડાયેલા આરોપીઓના નામ-

  • અફસીલ હુસેન કુંભાર ઉંમર વર્ષ ૨૦ ધંધો કન્ટ્રકશન રહે રાપર કચ્છ
  • સદામ વિશનજી સમા ઉંમર વર્ષ ૨૫ રહે નંદાસર તા. રાપર કચ્છ
  • અજય સુરેશભાઈ કોલી ઉંમર વર્ષ ૨૦ રહે સમાવાસ રાપર કચ્છ
  • હરેશ ભચુંભાઈ લુહાર ઉંમર વર્ષ ૩૫ રહે આથમણાનાકા રાપર કચ્છ

નાસી જનાર આરોપીનું નામ-

રફિક આમદશા શેખ રહે દૂધડેરી વિસ્તાર રાપર

કબ્જે કરેલ મુદ્દામાલ-

રોકડા રૂપિયા ૧૧,૨૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ગઢવી, એ.એસ.આઇ ધીરજભાઈ બી પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયદાન એમ ગઢવી તથા પ્રતાપસિંહ જેઠવા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ બ્રાહ્મણ, પ્રકાશભાઈ ચૌધરી વગેરે નાઓએ સાથે રહી કામગીરી કરેલ.