પોપટ ચોકડી પાસે પલટી ખાધેલી કારમાંથી દારૂ ઝડપાયો

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક સફેદ કલરની ગાડી સાથે નાની મોટી શીલબંધ કાંચની બોટલ નંગ- 395 જેની કિ.રૂ 58,700 તથા કુલ કિ.રૂ.3,58,700ના મુદ્દામાલ કબ્જે કરી ફરાર કારચાલક વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોપટ ચોકડી થી કોકતા ફાટક તરફના જાહેર રસ્તા પર જગદીશભાઈ મકનભાઈના ફાર્મ હાઉસ સામે જાહેર રસ્તાની સાઇડમાં બિનવારસી ફોરવીલ ગાડી પલટી મારેલી હાલતમાં પડેલ છે અને જેમાં ઇંગ્લિશ દારૂ હોય તેવું લાગે છે
જે બાબતનો ફોન આવતા વિરમગામ ટાઉન પીઆઇ એમ.એ. વાઘેલા એ.એસ.આઇ મહેન્દ્ર ભાઈ જગાભાઈ સહિતના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ જઈ તપાસ કરતા પલટી મારી ગયેલ ફોરવીલ ગાડીમાં વેરવિખેર હાલતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 395 નંગ સીલપેક બોટલો મળી આવેલ જેની કિંમત રૂપિયા 58,700/- તથા ફોરવીલ ગાડી ની કિંમત ત્રણ લાખ સહિત કુલ રૂપિયા 3,58,700નો મુદ્દામાલ જપ્ત કરી વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ.