ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમતાં છ ઇસમ ઝડપાયા

બહુચરાજી પોલીસે શહેરની શક્તિનગર સોસાયટી નજીકથી ઓનલાઈન રમાતા વરલી મટકાના જુગારનું નેટવર્ક પકડી પાડ્યું. પોલીસે વરલીના આંકડા લખનાર અને કટિંગ કરનાર મહેસાણા અને વિજાપુરના મુખ્ય ઇસમ સહિત 6 ઇસમો સામે ગુનો નોંધ્યો.

બહુચરાજી શક્તિનગર સોસાયટીના નાકે દરજી મયુર ભીખાભાઈ અને વાઘેલા માનસિંહ ઉર્ફે લાલભા ચેહુજી મોબાઈલ ફોન ઉપર બહારના માણસો સાથે સંપર્કમાં રહી વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે ની બાતમી આધારે પીઆઈ એમ.જે. બારોટે દરડો કરી બે ઇસમોને પકડી પાડી પૂછપરછમાં આ બંને વરલી મટકાનો વેપાર વિજાપુરનો સંજય પટેલ ઉર્ફે માઇકલ સહિતના માણસો લખાવતા હતા અને વેપાર મહેસાણાના ઠાકોર વિરસંગજીને ત્યાં કટિંગ કરાતો હોવાનું બહાર આવતાં 6 ઇસમો સામે ગુન્હો નોંધ્યો.