જામનગરજામનગર : વાવડી ગામમાં કૂવામાં પડી જવાથી વ્યક્તિનું મોત

જામનગર જીલ્લાના જોડિયાના વાવડી ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું અકસ્માતે કુવામાં પડી જતાં મોત નિપજયું. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો. જોડીયા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવની વિગત એવી છે કે, જોડિયાના વાવડી ગામમાં ભોલેનાથ વિસ્તારમાં રહેતો પ્રભાતભાઈ વશરામભાઈ સોનારા નામનો 45 વર્ષનો વુયક્તિ 120 ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે પડી જતા.

આ બનાવ સમયે ભારે દોડધામ મચી જવા પામી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં જોડીયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની મદદ લીધી. જેથી ફાયર શાખાની ટુકડી તુરતજ વાવડી ગામે પહોંચી ગઈ અને 70 ફૂટ ભરેલા ઊંડા પાણીના કૂવામાં રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી પ્રભાતભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો અને જોડિયા પોલીસને સુપરત કરવામાં આવ્યો.