સુરેન્દ્રનગરમાંથી નકલી નોટના કૌભાંડમાં અક ઇસમ ઝડપાયો

સુરેન્દ્રનગરમાંથી રૂ.બે હજારની નકલી નોટ વટાવનારા વધુ એક ઇસમને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી. અગાઉ જાલી નોટ કૌભાંડમાં ઝડપાયેલા ઇસમોની પૂછપરછમાં રિક્ષાચાલકનું નામ ખુલ્યુ. જેથી તેને પોલીસે પકડી પાડ્યો.

સુરેન્દ્રનગરમાં થોડા દિવસ પહેલા નકલી નોટ બજારમાં વટાવવાના પ્રયાસમાં શ્યામ અશોકભાઈ ઝાલા, ધર્મેશ કરસનભાઈ મકવાણા, પિયુષ રમણલાલ શાહ, પ્રદીપ ઉર્ફ ટીના મહારાજ, શાંતિદાસ દૂધરેજિયા નામના છ ઇસમોને એસ.ઓ.જી પોલીસે રૂ.34,800 મૂલ્યની નકલી નોટ સાથે ઝડપી લીધા. તે તમામની પૂછપરછમાં નકલી નોટ લેનારા વધુ એક ઇસમનું નામ ખુલ્યુ.

આ અંગેની મળતી વિગત મુજબ પકડાયેલા ઇસમની પુછપરછમાં એવું બહાર આવ્યું કે, શહેરની વર્ધમાન શેરીમાં રહેતા અને રિક્ષા ચલાવતા ક્રિષ્ના ઉર્ફે કિશન કાળુભાઈ સાપરાએ પણ પિયુષ શાહ પાસેથી રૂપિયા 2000ની અસલ નોટના બદલામાં ચાર હજારની નકલી નોટ લઈને બજારમાં વટાવી લીધી હતી. પોલીસે કિશન ઉર્ફ ક્રિષ્નાની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.