મુંબઈ : સોસાયટીઓમાં ચોરી કરનારા ઇસમો ઝડપાયા


જુહુની સોસાયટીમાં ધોળેદહાડે ચોરી કરનારા ગુનેગારોને પોલીસે ઝડપી લીધા. ઇસમો પાસેથી કેટલીક માલમતા પણ હસ્તગત કરવામાં આવી. નોકરીમાંથી કાઢી મૂકતાં ડ્રાઈવરે વોચમેનની મદદથી આ કાંડ કર્યું. જુહુ પોલીસે આ પ્રકરણે ફરિયાદીનો ભૂતપૂર્વ ડ્રાઈવર સતીશ સુરેશ શિગવણ ઉ.વ. 34, તેનો સાગરીત વોચમેન રાજુ મોંદે ઉ.વ.38ની ધરપકડ કરી.
વોચમેને ફરિયાદી વિશેની વિગતો અને ડુપ્લિકેટ ચાવી આપી. જુહુમાં રહેતા સિનિયર સિટીઝનના ઘરનાં તાળાં તોડીને રૂ.54,14,300 ના હીરા અને સોના જડિત દાગીના અને રોકડની ચોરી કરી હતી. પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા અને અન્ય ટેક્નિકલ માહિતીને આધારે ઇસમોને ઝડપી લીધા. તેમની પાસેથી સંપૂર્ણ માલમતા હસ્તગત કરવામાં આવી. ઇસમોને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો.