સોનગઢ તાલુકાના ટોકરવાના ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો


સોનગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતો એક બુટલેગરના શેરડીના ખેતરમાંથી પોલીસે રૂપિયા 39,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મિસ્ત્રી ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે ડેડીયો દશરથ ભાઇ ગામીત પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી.
આ બાતમીના આધારે જિલ્લા પોલીસ ટીમના સભ્યોએ ઉપરોક્ત બુટલેગરના ઘરે દરડો પાડ્યો. તપાસ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો ન હતો પરંતુ વધુ તપાસ કરતાં તેના ઘર ના પાછળ આશરે 200 મિટર પર આવેલા શેરડીના ઉભા પાક વાળા ખેતરમાંથી પાસ પરમિટ વિનાની ભારતીય બનાવટની વિદેશી દારૂની 686 બોટલ જેની કિંમત 39,000 થાય તે પ્રમાણે મુદ્દામાલ કબ્જે કરી આ બનાવમાં સુનિલ ગામીત સામે પ્રોહીબિશન એક્ટના ભંગ બદલ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની અટક કરવામાં આવી.