જાણો શું છે કીકી ચેલંગની હકીકત

છેલ્લા કેટલાક સમયથી સોસિયલ મીડિયામાં કીકી ચેલંગ ચાલી રહ્યો છે જેમાં ચાલુ ગાડીમાં ઉતરી પોતાનો વિડ્યો બનાવાય છે જે સમય દરમિયાન આ વિડ્યો બનાવાય છે ત્યારે એક વ્યક્તિ ચાલુ ગાડી માથી ઊતરતી દેખાય છે જયારે બીજી તરફ ગાડીની અંદર બેસેલી વ્યક્તિ વિડ્યો ઉતારી રહી હોય છે આ વિડ્યો ફેમસ થવા માટે સોસિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવે છે આ કાર્ય કરવા પાછળનું બીજું કાઈજ નહીં પરતું ફેમસ થવાનું હોય છે જો ફેમસ થવું હોય તો એક્ટિંગ લાઇનમાં પ્રયાસ કરાય કારણ કે આ વિડીયો બનાવા કરતાં તમારો જીવન વધારે કિમતી છે કારણે કે કમનસીબે કોઈ ઘટના બને તો તેમાં આપનું મૃત્યુ નહીં પરંતુ આપણાં પરિવાર જનોનું મૃત્યુ થતું હોય છે. આવા વિડ્યો બનાવાનાને કારણે ઇજાઓ પણ થઈ શકે છે અને થઈ પણ છે આવો જ એક વિડીયો મુંબઈ માં યુવાનો દ્વારા બનાવામાં આવેલ અને ત્યાર બાદ તે સજાને પાત્ર પર બનેલા તો આપ સહુ મિત્રોને અપીલ કે આવો કોઈ પણ વિડ્યો ન બનાવવો.