તાપી જીલ્લાના વાલોડમાં ઉભેલી ટ્રકમાં બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો

copy image

વાલોડ પાસે ઉભેલા ટ્રકમાં બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે 13 વર્ષના દીકરાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો. વાલોડ ખાતે એસ્સાર પેટ્રોલ પંપ નજીક વાલોડ-બુહારી માર્ગ રસ્તાની બાજુમાં પાણીની ગટર લાઈન ખોદવા માટે ખોદકામ થઈ રહ્યું હતું, જેમાં જેસીબીથી રોડની બાજુમાંથી માટી ખોદકામ કરી ડમ્પર GJ 06 V 4828માં માટી ખાલવામાં આવી રહી હતી, આ દરમિયાન દાદરિયાના રહીશ જયસિંહભાઈ રનુભાઈ ઉ.વ. 37વર્ષ પોતાના પુત્ર નામે શિવકુમાર ઉ.વ. 13 વર્ષ સાથે કોઈક કામ અર્થે વાલોડ આવી રહ્યા હતા, ત્યારે વાલોડ એસ્સાર પંપ નજીક પહોંચવાના સમયે આગળ ઊભેલા ડમ્પરના પાછળ ધડાકાભેર અથડાયા.

જેથી બાઇકચાલક જયસિંહ ભાઇને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું, જ્યારે પાછળ બેસેલા પુત્ર શિવકુમારને આંખના તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વાલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો