કોમ્બિંગ નાઈટ દરમ્યાન પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ 9 કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે આર મોથલીયા સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય જેથી એમ એન રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી નાઓની આગેવાનીમાં એલ સી બી ટીમ કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતી અને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન નીચે જણાવેલ આરોપીને શંકાસ્પદ મોટર સાઇકલ સાથે પકડી પાડેલ તેના કબ્જાની મોટર સાઇકલના કોઈ આધાર પુરાવા ન હોય જેથી તેની પૂછપરછ કરી ખાત્રી કરતા આ મોટર સાઇકલ અંજાર ડી.વી હાઇસ્કુલ પાછળથી ચોરેલ હોવાની કબૂલાત આપેલ તેમજ તેની પાસેની થેલી માંથી ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ મોબાઈલ ફોન નંગ-9 મળી આવેલ જે મોબાઇલ બાબતે પૂછપરછ કરતા અંજાર તથા ગાંધીધામ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને આપવામાં આવેલ છે

પકડાયેલ આરોપીનું નામ-

અબ્બાસ રમજાન વીરા ઉંમર વર્ષ 20 રહે વિજયનગર, જૂની કોર્ટની પાછળ, અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ-

યામાહા મોટર સાયકલ નંબર જીજે-૧૨-ડીજે-૭૭૦૨ કિંમત રૂપિયા૭૦,૦૦૦/-

અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૯ કિંમત રૂપિયા ૫૫,૫૦૦/-

કુલ કિંમત રૂપિયા ૧,૨૫,૫૦૦/-

શોધાયેલ ગુનો

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર. નંબર૧૧૯૯૩૦૦૩૨૨૦૬૯૧/૨૨ ઇ.પી.કો.ક.૩૭૯

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ગઢવી તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે