જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધાપર પોલીસ


શ્રી જે. આર. મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહી/જુગાર અંગેના સફળ કેશો શોધી કાઢવા અને બંદીને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના કરેલ જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલેન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એ. રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ આર. ચાવડા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે શેખપીર-માધાપર હાઇવે પર આવેલ પૂનમ હોટલની નીચે ઓફિસમાં અમુક ઇસમો ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકૂર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આરોપીઓના નામ-
- શામજી રામજી બરાડીયા ઉંમર વર્ષ 30 ધંધો ખેતી રહે આહિરવાસ લાખોંદ તાલુકો ભુજ
- વાલજી અરજણ બરાડીયા ઉંમર વર્ષ 46 રહે આહીરવાસ લાખોંદ તાલુકો ભુજ
- શ્યામદાન આવળદાન ગઢવી ઉંમર વર્ષ 45 ધંધો ખેતી રહે લાખોંદ તાલુકો ભુજ
- ધનજી રામજી ચાવડા ઉંમર વર્ષ 44 ધંધો ખેતી રહે પાદેળા વિસ્તાર કુકમા તાલુકો ભુજ
- દિનેશ લક્ષ્મણ બરાડીયા ઉંમર વર્ષ 39 ધંધો વેપાર રહે આહીરવાસ લાખોંદ તાલુકો ભુજ
- શીવજી રામજી બરાડીયા ઉંમર વર્ષ 28 ધંધો પ્રો.નોકરી રહે આહિરવાસ લાખોંદ તાલુકો ભુજ
મુદ્દામાલની વિગત-
- રોકડા રૂપિયા ૩૦,૦૦૦/-
- એન્દ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૪ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-
- ફોર વ્હીલર ગાડી-બે કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/-
- ગંજીપાના નંગ-52 કિંમત રૂપિયા ૦૦/-
- એમ કુલ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ
આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ટી.મહેશ્વરી, તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એ. રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ આર. ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌહાણ એ રીતેના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ