ગાંધીધામ જી.આઇ.ડી.સી. ખાતેથી બિનવારસુ ખાંડ બોરી નંગ 360 કિંમત રૂપિયા ૨,૫૨,૦૦૦/- કબ્જે કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ મિલકત સંબંધી તથા વાહન ચોરીના બનાવો રોકવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી પી એન ઝીંઝુવાડીયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન ગાંધીધામ સેક્ટર 11 જી.આઇ.ડી.સી.થી ગુજરાત હાઉસિંગ બોર્ડ જતા કાચા રસ્તા ઉપર બિનવારસુ ખાંડનો છૂટ્ટો ઢગલો મળી આવેલ જે ખાંડનો છૂટ્ટો જથ્થો પ્લાસ્ટિકની બોરીમાં ભરતા 35 કિલો ગ્રામની બોરી નંગ 360 બોરી થયેલ જે ખાંડની કિંમત રૂપિયા ૨,૫૨,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ
35 kg ની બોરી નંગ 360 કિંમત રૂપિયા ૨,૫૨,૦૦૦/-
ઉપરોક્ત કામગીરીમાં શ્રી પી. એન. ઝીંઝુવાડીયા પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફ નાઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.