ડભોડા પોલીસે દારૂ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા

પ્રાંતિયા ગામની સીમથી ઝાલા ફાર્મ તરફથી લવારપુર તરફ જતા રોડ નાળિયામા દારૂના કટીંગ સમયે ડભોડા પોલીસની ટીમ ત્રાટકી જેમા પોલીસે ત્રણ ઇસમો સાથે વિદેશી દારૂની 396 બોટલ ઝડપી પાડી. પોલીસે ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

મળતી માહિતી મુજબ ડભોડા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.વછેટાની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. વેલજીભાઇ, વિપુલકુમાર, આશિષકુમાર, અજમેરસિંહ અને ભારતસિંહ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમી મળી હતી કે, પ્રાંતિયા ગામથી ઝાલા ફાર્મ થઇ લવારપુર બાજુ તરફ જતા નાળિયામા કેટલાક લોકો વિદેશી દારૂનુ કટીંગ કરી રહ્યા છે.

એક વાહનમાંથી બીજા વાહનમા દારૂ ભરવામા આવી રહ્યો છે. જેને લઇને પોલીસે દરડો કર્યો. ત્યારે દારૂના કટીંગ કરતા 3 લોકોને ઝડપી લીધા હતા. જેમા નરેશ ગીરધર સોલંકી (રહે, ખેતી ઓડા તરાવાળોવાસ, ઇડર), અક્ષય વિનુજી ઠાકોર અને આકાશ ભરત ઠાકોર બંને રહે, બુટાકીયા, મહાકાળીમાતાવાળો વાસ)ને ઝડપી લીધા હતા.

પોલીસે બંને વાહનમાંથી 396 દારુની બોટલ કિંમત 88740નો દારૂ પકડ્યો હતો. જ્યારે મોબાઇલ, બે વાહન સહિત 4,53,740નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. દારૂ નરેશ સોલંકી રાજસ્થાનથી દારૂ લાવીને અક્ષય અને આકાશને આપવા આવ્યો હતો. તે દરમિયાન એક વાહનમાંથી બીજા વાહનમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જેને લઇને પોલીસે તમામ ઇસમો સામે તપાસ હાથ ધરી હતી.