દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી પાંચ આરોપીઓને અટક કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ. જી. પી. શ્રી જે. આર. મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય જેથી એમ.એન. રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત મળેલ કે ટપ્પર તા.અંજાર પાસે આવેલ વી.કે.ઓઇલ પ્રા.લી. કંપનીમાં રાત્રિના સમયે થયેલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ હાલે ગાંધીધામ રેલ્વે સ્ટેશનની પાસે સામેના ભાગે પુલ નીચે ઉભા છે તેવી હકીકત આધારે તે જગ્યાએ જઈ ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલ નીચે જણાવ્યા મુજબના પાંચ આરોપીઓને પકડી પાડી પુછપરછ કરતા ગઇ તા. 18/04/22 ના રોજ રાત્રિના સમયે વી.કે. ઓઇલ પ્રા.લી. કંપનીમાંથી બોલેરો વાહનથી ભંગાર ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આ પાંચેય આરોપીઓને ધોરણસર અટકાયત કરી આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ-

  • જુસબ ઉર્ફે બાડો ઉસ્માન ટાંક ઉંમર વર્ષ 30 રહે ખારીરોહર, ગાંધીધામ
  • સંજય ઈશ્વરભાઈ દેસાઈ ઉંમર વર્ષ 22 રહે જીવરાજ પાર્ક રબારીવાસ અમદાવાદ
  • નવીન ઉર્ફે કાગડો વાલજીભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 25 રહે મહેશ્વરી નગર ગાંધીધામ
  • હનીફ ઈસાક સોતા ઉંમર વર્ષ 24 રહે ખારીરોહર ગાંધીધામ
  • સુનિલ કિશન દેવીપુજક ઉંમર વર્ષ 26 રહે ખોડિયારનગર ગાંધીધામ

શોધાયેલ ગુનો-

દુધઈ પોલીસ સ્ટેશન ગુ.ર નંબર ૧૧૯૯૩૦૧૪૨૨૦૦૫૧/૨૨ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.