ભુજ શરપટ ગેટ પાસે વરલી મટકાનો જુગાર રમતો ઇસમ ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ કરણસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ દીપસંગજી જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જગદીશસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સરપટ ગેટની પાસે પુરૂશોત્તમ બાગમાં જાહેરમાં અમનશા જમાલશા શેખ રહે સરપટ નાકા બહાર શેખ ફળિયું ભુજવાળો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત વાળી જગ્યા પુરૂશોત્તમ બાગમાં આવતા એક ઇસમ પોતાના હાથમાં રહેલ એક નાની ડાયરીમાં પેન વડે કાંઈક લખાણ લખતો હોય તેમજ મોબાઇલ ફોનમાં કાંઈક હરકત કરતો હોય જેથી મજકુર ઇસમ પાસે જઈ પૂછપરછ કરતા તેના હાથમાં રહેલ ડાયરીમાં આંકડાઓ લખેલ હોય જે અંગે મજકુર ઇસમને પૂછતાં પોતે પોતાના મોબાઈલ ફોન ઉપર લોકો પાસેથી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડતો હોય જે શ્રીદેવી બજારનો આંકડાનો વેપાર લીધેલ તેની વિગત ડાયરીમાં લખેલ હોવાનું જણાવેલ ઈસમ પાસેથી રોકડ રકમ 1360/- મળી આવેલ અને લાવા કંપનીનો સફેદ કલરની બોડી વાળો કી-પેડ મોબાઇલ જેની કિંમત 500/- ગણી કબ્જે કરેલ આમ કુલ કિંમત રૂપિયા 1860/- ના મુદ્દામાલ કબ્જે કરી ઈસમ વિરૂધ્ધ જુ.ધારા કલમ 12 (એ) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
