નવી ધાણેટી માથી દેશીદારૂ ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મહેશભાઈ પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સૂચનાઓ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે નવી ધાણેટી ગામમાં રહેતો દેવુભા પ્રાગજી જાડેજા જે પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઓરડી પાસે દેશીદારૂ રાખી વેચાણ કરે છે તેથી બાતમી હકીકત વાળી સદર જગ્યાએ જોતા એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરનું પ્રવાહી ભરેલ નાની-નાની કોથળીઓ ભરેલ પડેલ હોઇ જેથી થેલીમાંથી કોથળીઓ બહાર કાઢી ગણી જોતા 250 ml ની ક્ષમતા વાળી કોથળીઓ નંગ 8 હોઇ જેની ગાંઠ ખોલી તેમાં રહેલ પ્રવાહી સૂંઘી જોતા તેમાંથી દેશી દારૂની તીવ્રવાસ આવતી હોય જેથી દેવુભા પ્રાગજી જાડેજાના નામથી બૂમ પાડતા જે ત્યાં આગળ હાજર ન મળી આવેલ હોય જેથી તે તમામ કોથળીઓ કબ્જે કરી. મજકુર ઇસમ હાજર ન મળી આવી ગુન્હો કરેલ જેથી મજકુર આરોપી દેવુભા પ્રાગજી જાડેજા રહે નવી ધાણેટી તાલુકો ભુજવાળાએ ગેરકાયદેસર રીતે દેશીદારૂની 500 ML ની ક્ષમતાવાળી કોથળીઓ નંગ- 8, લીટર- બે, કિંમત રૂપિયા- 40 નો પ્રોહિ. મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુન્હોં કરેલ હોય જેથી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિ. એકટ કલમ 65 એ એ મુજબ ગુન્હોં નોંધી કાર્યવાહી હાથ ધરેલ.