મિરઝાપર માથી વગર પાસ પરમીટે જાહેર જગ્યામાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવેલ આરોપીને પકડી પાડતી એ ડિવિઝન પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ બાલાભાઈ લોઢા પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન પી.એસ.ઓ શ્રી સુરેશભાઈ એસ. પરમારે વર્ધી આપેલ કે અત્રેના પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ઉપર મહિલા હેલ્પલાઇન અમદાવાદ 181 માંથી ફોન આવેલ અને જણાવેલ કે મીરઝાપર મધ્યે રહેતા ઉર્મિલાબેન પરમારનો પતિ ભાવેશભાઈ બોલાચાલી કરી ઘરમાં તોડફોડ કરે છે તેથી વર્ધી આપતા પી સી આર ઇન્ચાર્જ મનુભાઈ નાડોદાએ રીતેના પોલીસ સ્ટાફના માણસો પી સી આર થી મિરઝાપર ગામમાં આવેલ ભાવેશભાઈના રહેણાંક મકાન આગળ પી સી આર ઉભી રાખી ઘરના આંગળાના ભાગે ઓટલા ઉપર બેઠેલ ઇસમની પૂછપરછ કરતા મજકુર ઇસમ કેફી પીણું પીધેલ હાલતમાં જણાતા જેથી મજકુર ઇસમનુ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ભાવેશભાઈ મેરામણ પરમાર ઉંમર વર્ષ 32 રહે. ભોલેનાથ પેટ્રોલપંપ પાછળ આંબેડકરનગર મિરઝાપર ભુજવાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ મજકુર ઇસમની આંખો જોતાં નશાતળે લાલધૂમ ઘેરાયેલ જણાઈ આવેલ અને મજકુર ઇસમને હલન-ચલન કરાવી જોતા તે પોતાના શરીરનું સમતોલ પણુ જાળવી શકતો ન હોય જેથી મજકુર ઇસમને જાહેરમાં કેફી પીણું પીવા સબબ પાસ પરમીટની માંગણી કરતા આવી કોઈ પાસ પરમીટની પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડપી કરતાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી મજકુર ઇસમને અટકાયતના કારણોની જાણ કરી ધોરણસર અટક કરેલ

જેથી મજકુર ભાવેશભાઈ મેરામણ પરમાર ઉ.વ.32 રહે ભોલેનાથ પેટ્રોલપંપ પાછળ આંબેડકરનગર મિરઝાપર ભુજવાળાએ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ 66 (1) બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી