જાહેર જગ્યામાં કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડતી ગઢશીશા પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ભીખાભાઈ ભીલ તથા પોલીસ સ્ટાફ ગઢશીશા પોલીસ સ્ટેશન બી બીટ વિસ્તારમાં પ્રા. વાહનથી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડવી તાલુકાના રામપર ગામે કોલીવાસથી રામપર ગામ તરફ જતા રસ્તા ઉપર સામેથી એક ઇશમ લથડીયા ખાતે આવતો જોવામાં આવતા વાહન ઉભુ રાખી મજકુર ઇસમને રોકી ચેક કરતા મજકુર ઇસમ કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવતા મજકુર ઈસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ દીનેશ સાલે કોલી ઉંમર વર્ષ 36 રહે કોલીવાસ રામપર તાલુકો માંડવી કચ્છવાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ જેથી મજકુર ઈસમ પાસેથી કેફી પીણું પીવા અંગેની પાસ પરમીટ માંગતા તેની પાસે એવી કોઈ પાસ પરમીટ ન હોવાનું જણાવેલ બાદ મજકુરની અંગજડતી કરતા તેની પાસેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી જેથી મજકુર ઈસમને ધોરણસર અટક કરેલ

જેથી દિનેશ સાલે કોલી ઉંમર વર્ષ 36 રહે કોલીવાસ રામપર તાલુકો માંડવી કચ્છવાળાએ વગર પાસ પરમીટે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઈ ગયેલ હોય જેથી તેમના વિરૂધ્ધ પ્રોહી ધારા કલમ 66 (1)(બી) મુજબ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી