પોલીસ રેડ દ્વારા ચાર લિટર પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બચુભાઈ ચોહલા તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કુલદીપ સંજયભાઈ રાઠોડ રહે લોટસ કોલોની વાલ્મિકીનગર ભુજવાળો પોતાના રહેણાંક મકાનમાં દેશીદારૂનું વેચાણ કરે છે અને હાલે તેની પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી સદર જગ્યાએ જઈ મકાનના દરવાજા પાસે જઈ કુલદીપ નામની બૂમ પાડતા કોઈ અવાજ આવેલ નહીં જેથી સદર મકાનમાં જઈ ઝડતી તપાસ કરતા મકાનમાં આવેલ બાથરૂમમાં એક પ્લાસ્ટિકનો કોથળી જોવામાં આવેલ જે કોથળીમાં જોતા સફેદ કલરના પ્રવાહીથી ભરેલ કોથળી જોવામાં આવેલ જેથી કોથળીઓ બહાર કાઢી જોતા આશરે 250 ml ની ક્ષમતાવાળી જે કોથળીઓ ગણી જોતા નંગ 16 હોય તે એક લીટર દેશીદારૂની કિંમત રૂપિયા 20 લેખે મળી આવેલ દેશી દારૂ આશરે લીટર ચારની કિંમત કુલ 80 ગણી કબ્જે કરવામાં કરેલ

જેથી કુલદીપ સંજયભાઈ રાઠોડ રહે લોટસ કોલોની વાલ્મીકિનગર ભુજવાળો પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશીદારૂની કોથળીઓ નંગ-૧૬ આશરે ૪૦ લીટર કિંમત રૂપિયા ૮૦ નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમિયાન હાજર ન મળી આવી ગુન્હો કરેલ હોય તેથી તેમના વિરુદ્ધ કલમ 65 (એ)(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી