આરોપી પોતાના કબ્જાનો અતુલ કંપનીનો પેસેન્જર છકડો નશાની હાલતમાં ચલાવતા પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
પોલીસ કોન્સ્ટેબલ રાજ રાજેન્દ્ર જેસર તથા પોલીસ સ્ટાફ એમ વી એક્ટ કલમ 185 તેમજ જી પી એકટ કલમ 135 ની સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને પ્રા.વા. થી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન દીપક પેટ્રોલ પંપ પાસે, માધાપર હાઇવે ઉપર પહોંચતા એક પેસેન્જર છકડો રોડ ઉપર આડો-અવળો ચાલતો તેમજ શંકાસ્પદ જણાતા તે છકડાને ઇશારો કરી ઉભો રખાવી છકડા ચાલકને પૂછપરછ કરતા સદર છકડા ચાલકના મોઢા માંથી કેફી પીણું પીધેલાની વાસ આવતી હોઇ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ છકડા ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ વાલજી ઉર્ફે વાલો ગોપાલભાઈ ભરવાડ ઉંમર વર્ષ 27 રહે રામદેવનગર કોડકી રોડ ભુજવાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ અને મજકુરની આંખો જોતા નશાતળે લાલ ધૂમ જણાયેલ અને ઘેરાયેલી જોવામાં આવેલ અને મજકુરને રોડ ઉપર હલાવી-ચલાવી જોતા પોતે પોતાના શરીરનું સમતોલનપણું જાણવી શકતો ન હોય જેથી તેના પાસે કેફી પીણું પીવા અંગે પાસ-પરમીટ હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે આવી કોઈ પાસ-પરમીટ ન હોવાનું તોતડાતી જીભે જણાવેલ અને તેના કબ્જાનો છકડો જોતા પીળા તથા કાળા કલરનો અતુલ કંપનીનો GEM Premium પેસેન્જર છકડો જેના રજીસ્ટર નંબર જોતા GJ-12-BU-1837 જેનાં આગળના કાચ ઉપર “જય દવારકાધિ” લખેલ છે જે છકડાની કિંમત રૂપિયા 65,000/- ગણી કબ્જે કરવામાં આવેલ અને મજકુરની અંગઝડતી કરતા તેની પાસેથી કંઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી મજકુર ઇસમને તેના અટકાયતના કારણોની જાણ કરી ધોરણસર અટક કરેલ
જેથી મજકુર વાલજી ઉર્ફે વાલો ગોપાલભાઈ ભરવાડ ઉંમર વર્ષ 27 રહે રામદેવનગર કોડકી રોડ ભુજવાળાએ પોતાના કબ્જાનો અતુલ કંપનીનો પેસેન્જર છકડો રજીસ્ટર નંબર GJ-12-bu-1837 કિંમત રૂપિયા 65,000/- વાળો ગણી જાહેરમાં પાસ-પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં અને ચલાવી મળી આવી પકડાઈ જઈ એમ વી એક્ટ કલમ 185 તથા પ્રોહી એક્ટ કલમ 66 (1) (બી) મુજબ ગુનો કરેલ હોય તેથી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી