આરોપી પોતાની ભેઠમાં છરી રાખી જિલ્લા મેજીસ્ટેટ શ્રી અને કલેકટર સાહેબ કચ્છ ભુજ નાઓના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે મળી આવી પકડી પડતી બી ડિવિઝન પોલીસ
પોલીસ કોન્સ્ટેબલ પુથ્વીરાજસિંહ દૈવતસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રા.વા. થી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા હિનાપાર્ક-ચાર પાસે આવતા એક શંકાસ્પદ ઈસમ જોવામાં આવેલ જેને ઉભો રાખી તપાસ કરતા મજકુર ઇસમની ભેઠમાં લાકડાના હાથા વાળી એક છરી મળી આવતા સાહેબે સદર ઇસમનુ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ફિરોજ મામદ લાખા ઉંમર વર્ષ 28 રહે હિનાપાર્ક-ચાર યતીમખાના પાસે ભુજ કચ્છવાળો હોવાનું જણાવેલ અને હાલે જિલ્લા મેજીસ્ટેટશ્રી અને કલેકટર સાહેબના કચ્છ ભુજનાઓનું હથિયાર બંધીનું જાહેરનામુ અમલમાં હોઇ જેથી મજકુર ઇસમને પોતાની પાસે છરી રાખવા બાબત કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવેલ મજકુર ઇસમે આવા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી એક છરીની કિંમત રૂપિયા 00/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુર ઇસમને ધોરણસર અટક કરેલ
આ કામેના આરોપી ફિરોજ મામદ લાખા ઉંમર વર્ષ 28 રહે હિનાપાર્ક 4 યતીમખાના પાસે ભુજ કચ્છવાળો ભેઠમાં લાકડાના હાથા વાળી એક છરી રાખી જિલ્લા મેજીસ્ટેટશ્રી અને કલેક્ટર સાહેબ કચ્છ ભુજ નાઓના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે મળી આવેલ હોય જેથી તેના વિરુદ્ધ જી પી એકટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી