ઇસમ પોતાના કબ્જાના માલવાહક વાહનમાં લોખંડના ગોળાકાર પાઇપો બોડી બહાર મૂકી કોઈ ચીંહન કે સંકેત લગાડ્યા વગર ભરી પૂર ઝડપે અને બેદરકારીથી અકસ્માત સર્જાય તે રીતે વાહન ચલાવનારને પકડી પાડતી સીટી ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ જલાભાઈ માંગુડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ મુસાભાઇ કૈડા એ રીતેના સીટી ટ્રાફિક શાખા ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ મીરઝાપર મેઇન રોડ પર સરકારી બોલેરો ગાડીપી-૨૨૧, વાળી થી પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરતા ફરતા ભુજ મીરઝાપર મેઇન રોડ પર આવેલ શ્રી સહજાનંદ સ્પોર્ટસ નામની દુકાન સામે જાહેર રોડ પર આવતા એક માલવાહક ટાટા ACE છોટાહાથીનો ચાલક પોતાના કબ્જાના માલવાહક ટાટા ACE છોટાહાથીની ઉપર લોખંડના ગોળાકાર પાઇપો કોઈ ચીંહન કે સંકેત લગાડ્યા વગર ભરી પુર ઝડપે અને બેદરકારીથી અકસ્માત સર્જાય તે રીતે પોતાના કબ્જાનો માલવાહક ટાટા ACE છોટાહાથી ચલાવી મિરઝાપર તરફના રોડ પરથી આવતો હોય જેથી સરકારી બોલેરો ગાડી ઉભી રાખી નીચે ઉતરી માલવાહક ટાટા ACE છોટાહાથીના ચાલકને રોકી ઉભો રાખાવી જોતા માલવાહક ટાટા ACE છોટાહાથીની ઉપર આગળ પાછળ લોખંડના ગોળાકાર પાઇપો અકસ્માત સર્જે તે રીતે ભરેલ હોય જેથી વાહન ચાલક નું નામઠામ પૂજા પૂછતા પોતે પોતાનુ નામ રાહુલભાઈ ધનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રહે 182-ડ્યુપ્લેક્ષ લાઇન શંકર મંદિરની પાસે જયનગર ભુજ કચ્છવાળો હોવાનું જણાવેલ સદર માલવાહક ટાટા ACE છોટાહાથીના રજીસ્ટર નંબર જોતા GJ-27-યુ-3252 હોય મજકુરે પોતાના કબ્જાના વાહનમાં લોખંડના ગોળાકાર પાઇપો 20 ફૂટ જેટલા લાંબા અકસ્માત સર્જે તે રીતે ભરેલા હોય જે બોડી બહાર પાંચ ફૂટ તથા ઠાઠાની બહાર પાંચ ફુટ લટકતા લબડતા કોઈ ચીંહન કે સંકેત લગાડ્યા વગર ભરેલ હોય જે આ બોડી તેમજ ઠાઠાની બહાર લોખંડના ગોળાકાર પાઇપો ભરી હેરા-ફેરી કરવા બાબતે પાસ પરવાનો કે આધાર હોય તો બતાવવા કહેતા પોતાની પાસે એવો કોઈ પાસ પરવાનો કે આધાર નહી હોવાનું જણાવેલ જે મજકુર ઇસમને સદરહુ  ગુન્હાની તપાસ કામે તપાસ કરનાર અધિકારી દ્વારા જ્યારે જ્યારે અને જ્યાં બોલાવવામાં આવે ત્યારે ત્યાં તેઓ સમક્ષ હાજર રહેવા માટે સી આર પી સી કલમ 41 (1) મુજબની નોટિસ આપી મુક્ત કરવામાં આવેલ છે

જેથી મજકુર રાહુલભાઈ ધનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રહે 182, ડ્યુપ્લેક્ષ લાઇન, શંકર મંદિરની પાસે જયનગર ભુજ કચ્છવાળાએ પોતાના કબ્જાના માલવાહક ટાટા ACE છોટાહાથી રજીસ્ટર નંબર GJ-27-U-3252 વાળા માલવાહક વાહનમાં લોખંડના ગોળાકાર પાઇપો બોડી બહાર પાંચ ફૂટ તથા ઠાઠાની બહાર પાંચ ફૂટ લટકતા લબડતા કોઈ ચીંહન કે સંકેત લગાડ્યા વગર ભરી પુર ઝડપે અને બેદરકારીથી અકસ્માત સર્જાય અને પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ આઈ પી સી કલમ 279 તથા એમ.વી.એક્ટ કલમ 177,184, મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી