અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડ્યા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર ગઢવી તથા એલ સી બી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી હકીકત આધારે નવરત્ન પાર્ક સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર વાહનોમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની હકીકત આધારે રેડ કરતા નીચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ-
- તરૂણ ઉર્ફે ટીચકુ ધનરાજ રતવાણી ઉંમર વર્ષ 35 રહે મ.નં.314 વોર્ડ નંબર ૬/એ, આદિપુર તા.ગાંધીધામ
પકડવાના બાકી આરોપીના નામ-
(૧) જીતુ ગાંગજી મહેશ્વરી રહે મહેશ્વરીનગર ઝુંપડા, ગાંધીધામ
(૨) પ્રકાશભાઈ રહે સાંચોર રાજસ્થાન
મુદ્દામાલની વિગત-
(૧) અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડ બોટલો નંગ 146 કિંમત રૂપિયા ૧,૫૧,૭૩૦/-
(૨) કેટા કાર નંબર gj-08-Ck-3719 કિંમત રૂપિયા 10,00,000/-
(3) સ્વીફ્ટ કાર નંબર GJ-12-CD-0471 કિંમત રૂપિયા 5,00,000/-
(4) મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 5000/-
કુલ કિંમત રૂપિયા 16,56,730/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.