ભુજના નરસિંહ મહેતા નગરમાં દેખાયો મગર.. સ્થાનિકોમાં ભયનો માહોલ..

ભુજની નવી રાવલવાડી સ્થિત આવેલા નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર પાંચ ખાતે આજે વહેલી સવારે મગર દેખાતા નગરજનોમાં ભય ફેલાયો હતો નગરજનો દ્વારા જંગલ ખાતાની ટીમને જાણ કરતા જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કરી આ મગરને પકડ્યો હતો.

ભુજના નરસિંહ મહેતા નગરમાં આજે વહેલી સવારે શેરી નંબર પાંચ ખાતે મગર દેખાતા લોકોમાં ભાઈ ફેલાયો હતો. ત્રણ ફૂટ જેટલો મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. નગરની શેરીમાં આમ તેમ ફરતા મગરને જોઈને લોકોમાં ભય ફેલાતા નગરજનોએ તાત્કાલિક જંગલ ખાતાની ટીમને જાણ કરતા જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કરી મગરને પકડી પાડ્યો હતો.