લંપી રોગને પગલે જડેશ્વર મહાદેવ ગૌશાળાના યુવાનો દ્વારા ગામમાં ફરતી ગાયોને રસી તેમજ દવાઓ આપવામાં આવી.

હાલમાં જ્યારે ગાયો માં લંપી નામનો ચેપી રોગ ફેલાયેલો છે તેને લઇ ગૌ પ્રેમી ભાઈઓ તેમજ જડેશ્વર મહાદેવ ગૌશાળા ના યુવાનો દ્વારા ગામમાં ફરતી ગાયો તેમજ નંદીઓ ને રસી તેમજ દવા આપી પશુધન બચાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં દવા ને ઇજેક્સંન નો તમામ ખર્ચ મનજીભાઈ લાલજી હિરાણી તરફથી આપેલ છે જે અંદાજિત 20 થી 25 હાજર જેટલો થયો છે