ડિંડોલી નવાગામમાં રીઢા ગુનેગારની માથામાં પાઈપ મારી હત્યા

ડિંડોલી નવાગામમાં બુટલેગર ભુષણ પાટીલ સહિત 5 જણાએ મોડીરાતે એક મિત્રની હત્યા કરી. મિત્રની હત્યા પાછળનું કારણ બુટલેગર જેલમાં હતો તે વખતે મરણ જનારે હત્યારાની બહેન સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે બુટલેગરે ગોઠિયાઓ સાથે હત્યા કરી.
રીઢા ગુનેગાર ઉજ્જવલની હત્યા પાછળ દારૂનો વેપલો જવાબદાર હોવાની આશંકા. ઉજ્જવલની બુટલેગર સાથે માથાકૂટ ચાલતી હતી. બુટલેગર 10 દિવસ પહેલા જેલવાસ ભોગવી આવ્યો છે. ડિંડોલી પોલીસે ભુષણ બંસીલાલ પાટીલ, રાહુલ ઉર્ફ ભોલો પ્રજાપતિ, સુનિલ ઉર્ફ સુનિયો આધાર પાટીલ અને ગંજાનંદ ઉર્ફ ગુજ્જુ સુભાષ પાટીલની ધરપકડ કરી. અન્ય એક હત્યારો નાસી ગયેલ.