ગુજરાત ATS એ 376 કરોડના હેરોઇન કેસમા એક શખ્સની ધરપકડ કરી
મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે ઝડપેલા 376 કરોડના ડ્રગ્સ મામલે એક શક્ષની ધરપકડ કરવામાં આવી છે તેની ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમા રજુ કરવામાં આવ્યું હતું અને રિમાન્ડની માંગ સાથે દિપક કિંગરને ભુજ NDPS કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ભુજ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે તપાસમાં આ શખ્સ ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવવામાં છે તેવું બહાર આવ્યું હતું તો આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
