આરોપીએ પોતાના કબ્જાના મકાનની બહાર ભોગવટાની જગ્યામાં ગે.કા. રીતે દેશી દારૂ રાખી રેડ દરમ્યાન પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ પુથ્વીરાજસિંહ દેવતસિંહ જાડેજા તથા કેતનસિંહ દિગ્વિજયસિંહ જાડેજા તથા વિજયજી કાનાજી ઠાકોર તથા પ્રકાશજી સવશીજી ઠાકોર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ અનુસંધાને પો. સ્ટે. વિસ્તારમાં પી સી આર વાહનથી સર્વા મંડળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દામજી ગોવિંદ પરમાર રહે સર્વા મંડપ ભુજ વાળાના રહેણાંક મકાન પાસે જઇ જોતા કોઈ વ્યક્તિ હાજર જોવામાં આવેલ નહીં અને મકાન પાસે ઉભા રહી દામજી નામની બૂમ પાડતા કોઈ જવાબ મવેલ નહીં જેથી સદર મકાનની આજુબાજુ જોતા બાવળોની જાળીમાં એક પ્લાસ્ટિકનો કોથળો જોવામાં આવેલ જે કોથળો ખોલી જોતા સફેદ કલરના પ્રવાહીથી ભરેલ કોથળીઓ જોવામાં આવેલ જે કોથળીઓ બહાર કાઢી જોતા આશરે 250ml ની ક્ષમતાવાળી જે કોથળીઓ ગણી જોતા નંગ 8 હોય તે કોથળીઓની ગાંઠ ખોલી સુંઘી-સુંઘાડી જોતાં તેમાંથી દેશી દારૂની તીવ્રવાસ આવતી હોય જેથી કબ્જે કરી તે એક લીટર દેશી દારૂની કિંમત રૂપિયા 20 લેખે મળી આવેલ દેશી દારૂ આશરે લીટર બેની કિંમત કુલ્લે 40 ગણી કબ્જે કરવામાં આવેલ છે

જેથી દામજી ગોવિંદ પરમાર રહે સર્વા મંડપ પાણીના ટાંકાની બાજુમાં ભુજવાળો પોતાના કબ્જાના મકાનની બહાર ભોગવટાની જગ્યામાં ગે.કા. રીતે દેશી દારૂની કોથળીઓ નંગ 8 આશરે લીટર-2 કિંમત રૂપિયા 40 નો પ્રોહી. મુદ્દામાલ રાખી રેડ દરમિયાન હાજર ન મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ પ્રોહી કલમ 65 (એ) (એ) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.