પ્રોહિબિશનનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ પી ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબિશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબિશનના વધુમાં વધુ કેસો કરવા સૂચના આપેલ હોય જે આધારે એ બી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની સુચનાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે હોટલ ગોલ્ડન પંજાબ ને.હા. જવાહરનગર તાલુકો ગાંધીધામ માંથી નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
કબ્જે કરેલ મુદ્દામાલ- બોટલ નંગ કિંમત રૂપિયા
( 1 ) મેકડોવેલ્સ નં.1 કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ બોટલ નંગ- 08 કિંમત રૂપિયા 3000/-
( 2 ) મેકડોવેલ્સ નં.1 કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર ફેલ ઇન હરિયાણા બોટલ નંગ- 24 કિંમત રૂપિયા 9000/-
( 3 ) રોયલ ચેલેન્જ પ્રીમિયમ સિલેકટ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ બોટલ નંગ-08 કિંમત રૂપિયા 4160/-
( 4 ) બ્લેન્ડર પ્રાઇડ એકસ્કવીસીટ પ્રીમીયમ ફોર સેલ ઇન પંજાબ બોટલ નંગ-12 કિંમત રૂપિયા 10,200/-
( 5 ) ધ ઓરીજીનલ હેયવર્ડસ 5000 સુપર સ્ટ્રોંગ બિયર ફોર સેલ ઇન પંજાબ બોટલ નંગ- 07 કિંમત રૂપિયા 700/-
કુલ કિંમત રૂપિયા 27,060/-
પકડાયેલ આરોપી-
સુમનપ્રીતસિંગ સ/ઓ જગવીદરસીંગ જાતે-જટ (શીખ) ઉ.વ.21 રહે હાલે ગોલ્ડન પંજાબ હોટલ ને.હા. જવાહરનગર તાલુકો ગાંધીધામ મુળ રહે જામારાઈ થાના. ગોઇદવાલ સાહેબ તહે. ખડૂરસાહેબ જી. તરનતારન (પંજાબ)
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પટેલની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.