જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઇ.શ્રી સી.ટી.દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો સબ ઇન્સ શ્રી એચ એસ તિવારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો સબ ઇન્સ શ્રી એચ.એસ તિવારી નાઓને મળેલ બાતમી હકીકત આધારે એસ આર સી માર્કેટમાં આવેલ ખુલ્લામાં ઓટલા પર ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓના નામ-

( 1 ) પ્રકાશ દિપકભાઈ ગંધાણી રહે એસ ડી બી આદિપુર

( 2 ) રીતીક કિશોરભાઈ ગજરા રહે ઇફકો કોલોની વોર્ડ 4/એ આદિપુર

( 3 ) ભાવિક નરેશભાઈ શર્મા રહે વોર્ડ 6/એ આદિપુર

( 4 ) પંકજ ટેકચંદ ચંદવાણી રહે સાધુવાસ વાણી કુંજ વોર્ડ 6/બી આદિપુર

કબ્જે કરેલ મુદ્દામાલ-

રોકડ રૂપિયા 10,200/- તથા ગંજીપાના નંગ- 52 કિંમત રૂપિયા 00/00 કુલે કિં.રૂ.10,200/- નો મુદ્દામાલ મળી આવેલ

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સ શ્રી એચ.એસ.તિવારી સાહેબ તથા એ.એસ.આઇ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ વનરાજસિંહ દેવલ તથા પો.કો. હરદેવસિંહ ચુડાસમા તથા મહેશભાઈ ઘોઘોળ તથા રાકેશભાઈ ચૌધરીનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.