પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

84871901-1c25-4d71-90c3-58a1c41ed84e

આઈ. જી. પી. શ્રી જે. આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવતા પેરોલ ફર્લો સ્કોડ નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર. નંબર 496/2022 તથા 501/2022 પ્રોહી. કલમ 65 એ, ઇ, 116 બી, 98(2), 81 મુજબના ગુના કામેના આરોપીઓને ઓમ સિનેપ્લેક્ષ ચાર રસ્તા આદિપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

નાસતા-ફરતા આરોપીનું નામ-

( 1 ) જયેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો નારૂભા વાઘેલા ઉંમર વર્ષ 28 રહે નિંગાળ તા. અંજાર

( 2 ) જીગર મોહનભાઈ વાળંદ ઉંમર વર્ષ 28 રહે નિંગાળ તા. અંજાર

આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર કે એન સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ વાઢેર તથા દેવરાજ આહીર તથા પોલીસ કોન્સ્ટેબલ કેતન પ્રજાપતિ બળવંત રાણા તથા સંજય પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.